જામનગર મોર્નિંગ - જામનગર  
જામનગર શહેરમાં આજથી દિવાળીના તહેવારોનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ખરીદી કરવા માટે આવનારા લોકો, વાહન ચાલકોને તકલીફ ના પડે ઉપરાંત ટ્રાફીક ન થાય તેની તકેદારી રાખવાના ભાગરૂપે, ઉપરાંત ખિસ્સા કાતરૂ વગેરેને ધ્યાને લઈને તેમજ લોકોની સુરક્ષાના ભાગરૂપે જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

એલસીબીના પીઆઇ જે.વી. ચૌધરી અને પીએસઆઇ તેમજ અન્ય સ્ટાફ દ્વારા શહેરના મુખ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું . જેમાં એલસીબીની કચેરીએથી પ્રારંભ લાલબંગલા સર્કલ, ટાઉનહોલ સર્કલ, બેડી ગેઇટ, રણજીત રોડ સહિતના મુખ્ય વિસ્તારોમાં એલસીબીની ટીમેં પેટ્રોલિયમ હાથ ધર્યું હતું, અને તહેવારો દરમિયાન શહેરમાં લોકોને લોખંડી સુરક્ષા મળી રહે તેના ભાગરૂપે આ કવાયત હાથ ધરી હતી.