જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરના હાપામાં આવેલ યોગેશ્વરધામ સોસાયટીમાં યુવતીનું વીજ શોકથી મોત થતા આઘાતમાં મંગેતર પણ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા કરુણ ઘટના બની છે.
મળતી વિગત અનુસાર જામનગરના હાપા વિસ્તારમાં આવેલ યોગેશ્વર ધામ સોસાયટીમાં રહેતા 30 વર્ષીય રાઠોડ વિક્રમભાઈ ગાંડાલાલની સગાઈ આઠ મહિના પહેલા હળવદની ઠાકોર હર્ષિતા પરસોત્તમભાઈ સાથે થઈ હતી, દિવાળીનો તહેવાર હોવાના કારણે યુવતી પોતાના મંગેતરના ઘરે દિવાળી કરવા માટે આવી હતી. વહેલી સવારે ઠાકોર હર્ષિતા પરસોતમભાઈ નામની યુવતી નાહવા માટે પાણી ગરમ કરવા માટે ગીઝરને ટચ કરતા વીજ શોક લાગ્યો હતો અને યુવતીને તાત્કાલિક સારવાર અર્થે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અહીં ડોક્ટરોએ યુવતીને મૃત જાહેર કરી હતી. ઉલ્લેખનીય છે કે યુવતીનો મંગેતર પણ યુવતી સાથે જીજી હોસ્પિટલ આવ્યો હતો અને ડોક્ટરોએ જેવી યુવતીને મૃત જાહેર કરી તેઓ ખ્યાલ મંગેંતરને આવી જતા તેમણે પોતાના ઘરે જઈ ગળાફાંસો ખાય અને આપઘાત કરી લીધો છે.
સમગ્ર મામલે પંચ એ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે અને નવા વર્ષના દિવસે જ યુવતી અને તેના મંગેતરનું કરુણ મોત થતા ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે.
0 Comments
Post a Comment