દ્વારકા તાલુકાના ટુપણી ગામે રહેતા દેશુરભાઈ ગોધમ નામના 55 વર્ષના આધેડ ગત તારીખ 6 ના રોજ સવારના સમયે કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામના બાયપાસ રોડ પાસેથી તેમના જી.જે. બી.એચ. 3638 નંબરના મોટરસાયકલ પર બેસીને ટુંપણી ગામથી ભાટિયા ગામ તરફ જઈ રહ્યા હતા. ત્યારે ભાટિયા બાયપાસ પાસે પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી જી.જે. 10 બી.આર. 7679 નંબરની એક મોટરકારના ચાલકે દેશુરભાઈના મોટરસાયકલ સાથે અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ઈજાઓ થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે બીપીનભાઈ દેશુરભાઈ ગોધમ (ઉ.વ. 19) ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે કારના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.
0 Comments
Post a Comment