જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર-કાલાવડ ધોરી માર્ગ પર નવાગામના પાટીયા પાસે એક બાઈક સ્લીપ થઈ જતાં કાલાવડ તાલુકાના નવાગામના કાકા ભત્રીજાને ઇજા થયા પછી સારવાર દરમિયાન કાકાનું મૃત્યુ નીપજ્યું છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના નવા ગામમાં રહેતા મહેશભાઈ કેશુભાઈ રાઠોડ(૪૫ વર્ષ) કે જેઓ સોમવારે પોતાના ભત્રીજા મેહુલ ભરતભાઈ રાઠોડને બાઈકની પાછળ બેસાડીને જઈ રહ્યા હતા, જે દરમિયાન જામનગર-કાલાવડ ધોરી માર્ગ પર નવાગામના પાટીયા પાસે બાઈકની આડે ખાડો આવ્યો હોવાથી ખાડા ને તારવવા જતાં બાઈક સ્લીપ થઈ ગયું હતું, જેમાં કાકા-ભત્રીજાને ઇજા થઈ હતી, જે પૈકી કાકાનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે, જ્યારે ભત્રીજાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.

આ અકસ્માતના બનાવની જાણ થતાં કાલાવડ ગ્રામ્ય ના પોલીસ હેડ કોન્સ્ટેબલ એ.જી. જાડેજા ઘટના સ્થળે તેમજ હોસ્પિટલે દોડી ગયા હતા. જેઓએ મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.