જામનગરના ધરારનગર-ર વિસ્તારમાં રહેતા અને ડ્રાઈવીંગનો વ્યવસાય કરતા કાસમ કરીમભાઈ સમેજા અને તેમના પત્ની શેરબાનુ સોમવારે બપોરે અબુ હનીફા મસ્જિદ પાસેથી રિક્ષામાં ઘેર જતા હતા ત્યારે રસ્તા વચ્ચે હાજી અયુબ ખફી અને અયાઝ અયુબ, હાકીબ અયુબ ખફી નામના ત્રણ શખ્સ ઉભા હતા. તેઓને સાવચેત કરવા માટે કાસમભાઈએ રિક્ષા નું હોર્ન વગાડતા હાકીબે ગાળો ભાંડી હતી અને અયાઝે લાત મારી કાસમભાઈને રિક્ષામાંથી પાડી દીધા હતા તેમજ હાજી અયુબે મોટરમાંથી પાઈપ કાઢી હુમલો કર્યાે હતો. ઘવાયેલા કાસમભાઈ ને સારવાર માં ખસેડવામાં આવ્યા છે. જ્યાંથી તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.