જામનગર મોર્નિંગ - જામનગર : જામનગરમાં અંબર ચોકડી પાસે રેલ્વેની જગ્યામાં વારંવાર ખડકાઈ જતી ઝૂંપડપટ્ટીને હટાવવા માટે ગઈકાલે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા તેમજ પોલીસ તંત્રએ ફરીથી કમર કસી છે, અને ઝુપડા સહિતના દબાણો હટાવવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી.

રેલવે તંત્ર ઉપરાંત પોલીસ વિભાગ અને એસ્ટેટ શાખાની ટીમ દ્વારા અનેક વખત ઝૂંપડપટ્ટીને હટાવાયા પછી ફરીથી ઝુપડા સહિતના દબાણો ખડકાઈ જાય છે, તેને દૂર કરવા માટે ગઈકાલે એસ્ટેટ શાખાની ટુકડી અને સીટી બી ડિવિઝનનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો, અને ઝુપડાવાસીઓના ઘર્ષણની વચ્ચે ફરીથી ઝુપડાઓ હટાવી લઈ તેઓનો માલ સામાન પણ જપ્ત કરી લીધો હતો.