જામ ખંભાળિયા, તા. ૦૭-૧૧-૨૦૨૩ : દેવભૂમિ દ્વારકા જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા બુધવાર તા . 8 ના રોજ સવારે સાડા દસ વાગ્યે કલ્યાણપુરની આઈ.ટી.આઈ. કચેરી ખાતે નોકરીદાતાઓ તથા રોજગારવાંચ્છુ વચ્ચે સેતુરૂપ ઔદ્યોગિક ભરતી મેળો યોજવામાં આવશે.
         ખાનગી કંપનીના નોકરીદાતાઓને ખાલી જગ્યાઓ માટે માનવબળની જરૂરિયાત હોય, જે અંતર્ગત ઈચ્છા ધરાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉમેદવારોએ સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે. જોબફેરમાં જુદી-જુદી કંપનીઓના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે. જેમાં ફીટર, હેલ્પર જેવી વિવિધ જગ્યાઓ માટે એસ.એસ.સી., આઇ.ટી.આઈ. ફીટર લાયકાત ધરાવતા ઉમેદવારો માટે જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે.
         આ એક ઓપન જોબફેર હોય, કોલ લેટર ન મળ્યો હોય તેવા અથવા રોજગાર કચેરીમાં નામ નોંધણી ના કરાવેલ હોય તેવા ઉમેદવારો પણ સ્વખર્ચે આ જોબફેરમાં હાજર રહી શકશે તેમ જિલ્લા રોજગાર કચેરીની યાદીમાં જણાવાયું છે.