જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરમાં હવાઈ ચોક વિસ્તારમાં રહેતા એક વેપારી અને તેના ભાઈ તેમ જ બનેવીને પૈસાની લેતી દેતી ના મામલે જામનગરના જ પૂર્વ કોર્પોરેટરે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની  ફરિયાદ પોલીસમાં નોંધાવતાં ચકચાર જાગી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં હવાઇચોક વિસ્તારમાં શ્રીજી એપાર્ટમેન્ટમાં રહેતા વિમલભાઈ કિશોરભાઈ કનકરા નામના ૪૬ વર્ષના વેપારી યુવાને પોતાને તેમજ પોતાના ભાઈ તથા બનેવીને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પૂર્વક કોર્પોરેટર ધીરેશ ગિરધરભાઈ કનખરા અને તેના એક સાગરિત સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી અને આરોપી એક જ જ્ઞાતિના હોવાથી દિવાળીની રાત્રીએ ફરિયાદી પાસે આરોપી ધીરેશ કનખરાએ દવાખાનાના કામ માટે એક લાખ રૂપિયા માંગ્યા હતા, જે નહીં આપતાં આરોપી ઉશ્કેરાઈ ગયો હતો, અને પોતાના અજાણ્યા એક સાગતિ સાથે આવીને છરી બતાવી ધમકી ઉચ્ચારી હતી. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આરોપી પૂર્વ કોર્પોરેટર ધીરેશ કનખરા અને તેના સાગરીત સામે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.