દરેડ ગામમાં દબાણ કરનાર દંપત્તિ સહિત ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદથી ચકચાર
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર તાલુકાના ચેલા ગામના મહિલા તલાટી-કમ-મંત્રીને જમીન દબાણ કરનાર દરેડ ગામના એક દંપતિ સહિતના ત્રણ શખ્સોએ ધાક ધમકી આપી ફરજમાં રૂકાવટ ઊભી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં શંકરટેકરી નહેરુનગર વિસ્તારમાં રહેતા તેમજ ચેલા ગામમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા વૈશાલીબેન મનસુખભાઈ પાંડાવદરા એ પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકમાં પોતાને ધાક ધમકી આપી સરકારી ફરજમાં રૂકાવટ ઉભી કરવા અંગે દરેડ ગામના ભાવિનભાઈ ભાઈલાલભાઈ સોલંકી અને તેની પત્ની પૂર્ણાબેન ભાવિનભાઈ સોલંકી તથા કિશન મઢવી સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી વૈશાલીબેન એક જાન્યુઆરી ૨૦૨૪ ના તાલુકા વિકાસ અધિકારીના મહેસુલ શાખાના જમીન દબાણ અંગેના હુકમ ના આધારે ગેરકાયદેસર દબાણ કરનારા દંપતિ ને ત્યાં દબાણ દૂર કરવા જવા માટેની કાર્યવાહી કરી રહ્યા હતા, જે દરમિયાન આરોપી ભાવિન અને તેના પત્ની પૂર્ણાં બેન તેમજ કિસાન ગઢવીએ તેઓની સરકારી ફરજમાં રૂકાવટી કરી હોવાથી મામલો પોલીસ મથકમાં લઈ જવાયો હતો. જ્યાં વૈશાલીબેન ની ફરિયાદ ના આધારે પોલીસે આરોપી ભાવિન સોલંકી અને તેની પત્ની પૂર્ણાબેન તેમજ કિસાન મઢવી સામે આઇપીસી કલમ ૧૮૬ અને ૧૧૪ હેઠળ ગુનો નોધ્યો છે, અને વધુ તપાસ શરૂ કરી છે.
0 Comments
Post a Comment