જામનગર ગ્રામ્ય પ્રાંતના ભ્રષ્ટાચાર બાબતે એસીબીમાં ફરિયાદ કરતા કિશોર નથવાણી

જામનગર કલેકટર દ્વારા જિલ્લામાં ભ્રષ્ટ કર્મચારીઓ અને અધિકારીઓ વિરુદ્ધમાં એક પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી જો જામનગર કલેકટર લાલ આંખ કરશે તો ભલભલાના તપેલા ચડી જશે પરંતુ તસ્તિ કોણ લેશે તે જોવાનું રહેશે
જામનગર મોર્નિંગ - જામનગર

ધાર્મિક ડોબરીયા કે જેઓ પોતે ગ્રામ્ય પ્રાંત અધિકારી તરીકે જામનગર કલેક્ટર કચેરીમાં ફરજ બજાવે છે તેઓ વિરુદ્ધમાં અનેક આક્ષેપો કરતી અરજી તારીખ 21/12/2023 દરરોજ ફરિયાદ કરવામાં આવેલ છે જેમાં તમામ આધાર પુરાવા સાથે અરજીમાં આક્ષેપ કરવામાં આવેલા છે.
જામનગર કલેકટર કચેરીમાં દિન પ્રતિદિન કૌભાંડ અને ભ્રષ્ટાચારની માયાજાળ વધતી જાય છે અને અનેકદારો પાસેથી લાંચ લેવામાં આવે છે તેમજ ખનીજ ને લગતા ગ્રામ્ય વિસ્તારોમાં અમુક કહેવાતા ભામાશાઓ કોન્ટ્રાક્ટરો પાસેથી ગ્રામ્ય પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા દ્વારા અને તેમના દલાલ દ્વારા લાખો રૂપિયાની લાંચ લેવામાં આવે છે જે બાબતે અરજદાર કિશોર નથવાણીએ લાંચ વિશ્વતના વડા શ્રી અમદાવાદ એસીબીની વડી કચેરી તેમજ રાજકોટ મદદનીશ નિયામક શ્રી તેમજ ગાંધીનગર રેવન્યુ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી શ્રી એન કે દાસ વિજિલન્સ કમિશનર શ્રી ગુજરાત તકેદારી આયોગ ગાંધીનગર અને જામનગર કલેકટર શ્રી બીજલ શાહ ને લેખિતમાં તમામ આધાર પુરાવા સાથે ફરિયાદ થતાં રેવન્યુ વિભાગમાં હડકમ મચી જવા પામ્યો છે અને અનેક પ્રકારની તર્ક વીતરની ચર્ચાઓ એ જોર પકડ્યું છે.
જામનગર ગ્રામ્ય મામલતદાર ધાર્મિક ડોબરીયાએ અનેક ખોટા હુકમો અને ઠરાવો જેવા કે બિન ખેડૂત ખોટા ખેડૂત તેમજ અનેક કંપનીઓને ફાયદાઓ કરાવવા માટે ખોટા હુકમો કરીને ખોટા સોગંદનામાં કરાવીને પોતાની સત્તાનો દુરુપયોગ કરીને લાખો રૂપિયાની લાંચ લઈને ગુજરાત સરકારની રેવન્યુ વિભાગની તિજોરીને ખૂબ મોટું નુકસાન પહોંચાડ્યું છે તેવી રજૂઆત ફરિયાદ લાંચ વિશ્વત વિરોધી ની વડી કચેરી અમદાવાદ શાહીબાગ માં ફરિયાદ કરવામાં આવેલ છે.

ગ્રામ્ય પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા દ્વારા જામનગર તાલુકામાં સુજલોન કંપની દ્વારા પવનચક્કીના કામ બાબતે ખોટા ઠરાવો ખોટા હુકમો અને ખોટી રીતે સ્ટે ઓર્ડર આપીને કોન્ટ્રાક્ટરો સાથેની મિલીભગતથી અને ખોટા હુકમો કરીને લાખો રૂપિયાની લાંચ લેવામાં આવેલી છે તેવી ફરિયાદ પણ અરજીમાં કરવામાં આવેલ છે અને જામનગર કલેકટર બીજલ શાહ દ્વારા એક પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી જેની ફરિયાદ ગુજરાત સરકારમાં તેમજ લાંચ વિશ્વત વિરોધીની કચેરીમાં અરજદાર કિશોર નથવણી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે આ ફરિયાદ બાબતે હવે આગળ શું શું કાર્યવાહી કરવામાં આવશે તે બાબતે અરજદારના નિવેદનો લાંચ વિશ્વત વિરોધીની કચેરી દ્વારા લેવામાં આવશે અને આ હવે આવતા દિવસોમાં કયા અધિકારીને એટલે કે બ્રાન્ચ વિશ્વત વિરોધીના પોલીસ ઇન્સ્પેક્ટર કયા જિલ્લાના અધિકારીને તપાસ સોંપવામાં આવશે તેની રાહ જોવાઈ રહી છે.
અરજદાર કિશોર નથવાણી દ્વારા જે ફરિયાદ કરવામાં આવેલ છે તે ફરિયાદમાં જામનગર ગ્રામ્ય પ્રાંત દ્વારા જે ભ્રષ્ટાચાર અને કૌભાંડ આચરવામાં આવેલ છે તે તમામ ભ્રષ્ટાચાર બાબતેની રજૂઆતની સાથે તમામ આધાર પુરાવા પણ રજૂ કરવામાં આવેલ છે એટલે કે આ તપાસમાં કંઈક નવાજૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે અને ગુજરાત સરકાર દ્વારા પણ આ તપાસ શરૂ કરવા માટે જામનગર કલેકટર કચેરીને અનેક વખત પત્ર વ્યવહાર કરેલો હોવા છતાં અને સૂચનાઓ આપેલ હોવા છતાં જામનગર કલેકટર દ્વારા એક પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતી જે ખૂબ ચિંતા નો વિષય છે હવે જોવાનું એ રહેશે કે આવતા દિવસોમાં ભ્રષ્ટ ગ્રામ્ય પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા વિરુદ્ધમાં શું શું કાર્યવાહી અને કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે બાબતે સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે અને ગ્રામ્ય પ્રાંત વિરુદ્ધમાં જે આક્ષેપો કરવામાં આવેલા છે તેની ચર્ચાએ જામનગર શહેર તેમજ જિલ્લામાં જોર પકડ્યું છે.