હિન્દૂ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ સાથેના ફલોટ્સને નગર ભ્રમણ કરાવવામાં આવશે: ૧૯મી ફેબ્રુઆરીએ સવારે પસાયાના મહાકાળી મંદિર થી મશાલ યાત્રાનું પણ આયોજન

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર શહેરમાં ગત વર્ષ ની જેમજ આ વખતે પણ શ્રી ગણેશ મરાઠા મંડળ -ચાંદી બજાર દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, અને ૧૯ મી ફેબ્રુઆરીએ સોમવારનાં સવારે ૭ વાગ્યે મહાકાળી મંદિર, પસાયા થી જામનગર સુધી મશાલ યાત્રા નું આયોજન કરાયું છે. તેમજ સાંજે પ.૦૦ વાગ્યે ચાંદી બજાર વિસ્તારમાંથી શોભાયાત્રા યોજાશે. જેમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સાથેનો ફ્લોટ્સ તૈયાર કરાશે, તેમજ શિવાજી મહારાજ ની વેશભૂષા સાથે ઘોડેશ્વર બનીને શિવાજી મહારાજ નગર ભ્રમણ કરશે. જામનગરમાં ચાંદીબજાર વિસ્તારમાં છેલ્લા ૩૦ વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરતા શ્રી ગણેશ મરાઠા મંડળ દ્વારા આ વખતે બીજી વખત છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિની વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવશે. આગામી ૧૯મી ફેબ્રુઆરીને સોમવારના દિવસે ૩૯૭મી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે સાંજે પાંચ વાગ્યે ચાંદી બજાર વિસ્તારમાંથી શિવાજી મહારાજની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ સાથેનાં ફલોટસ તૈયાર કરવામાં આવશે,

શોભાયાત્રા ચાંદી બજારથી પ્રારંભ થઈ સેન્ટ્રલ બેન્ક રોડ, હવાઈ ચોક, ગોવાળ મસ્જિદ, પંચેશ્વર ટાવર, બેડી ગેઇટ, રણજીત રોડ થઈ ફરી ચાંદી બઝારમાં પરિપૂર્ણ થશે. જેમાં ઉપસ્થિત રહેવા શ્રી ગણેશ મરાઠા મંડળ દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.