તું કેમ મારા ફોન નથી ઉપાડતી અને તારી મનમાની કરે છે, તેમ કહી કારમાં માથું અથડાવી બેલ્ટથી માર મારી સોનાની વીંટી ઝુંટવી લીધી
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર તાલુકાના નારણપર ગામમાં રહેતી એક યુવતી ને તેણીના મંગેતરે ફોન નહી ઉપાડવા ના પ્રશ્ને ઘર નીચે કારમાં બોલાવી માથું કારમાં અથડાવ્યા પછી બેલ્ટથી માર મારી સોનાની વીંટી ઝુંટવી લીધાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના નારણપર ગામમાં રહેતી ઋત્વિકાબા ભાવસંગજી જાડેજા નામની ૨૩ વર્ષની એક યુવતીએ પોતાને ઘર પાસે કારમાં બોલાવ્યા પછી તકરાર કરી પોતાનું માથું કારમાં અથડાવી ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ પોતે પહેરેલા બેલ્ટ વડે માર માર્યો હતો, અને હાથમાં પહેરેલી રૂપિયા ૧૫ હજારની કિંમતની સોનાની વીટી ઝુંટવી લીધી હતી, અને પરિવારને આ બનાવ બાબતે જાણ કરશે તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી.
ફરિયાદી યુવતી નું આરોપી સાથે પાંચમી ફેબ્રુઆરીના રોજ સગપણ થયું હતું, અને ફરિયાદી સાથે અવાર-નવાર મોબાઇલ ફોનમાં વાતચીત કરતા હતા. પરંતુ ગત ૧૭ મી તારીખે ફરિયાદી પોતાના ઘેર સૂઈ ગયા હતા, દરમિયાન આરોપીએ ફોન કરતાં તેનો ફોન રિસીવ થયો ન હતો. તેનું મનદુઃખ રાખીને ગઈકાલે આરોપી પોતાના કારમાં મંગેતર ના ઘેર આવ્યો હતો, અને ઘરમાંથી નીચે કારમાં બોલાવી લીધા પછી તેને માર માર્યો હોવાનું પોલીસમાં જાહેર કરાયું છે. જે મામલે પંચકોશી બી ડિવિઝનના પી.એસ.આઇ. એમ.વી. મોઢવાડિયા વધુ તપાસ ચલાવે છે.
0 Comments
Post a Comment