જામનગરમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ અપનાવ્યું ભાજપનું વિઝન

જામનગરમાં કોંગ્રેસના નેતાઓએ લીધો ભાજપનમાં જોડાવાનો ઐતિહાસિક નિર્ણય

જામનગર મોર્નિંગ - જામનગર 

પૂનમબેન માડમના કુશળ નૈતૃત્વ, અથાક પ્રયત્નોથી આજે સમગ્ર જામનગરમાં સકારાત્મક પરિવર્તનની લહેર ઉભી થઈ છે. લોકસભાની ચૂંટણીઓ પહેલા જામનગરના રાજકારણમાં મોટું પરિવર્તન આવ્યું છે. તાજેતરમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માં કોંગ્રેસના જૂના જોગી કહેવાતા અગ્રણી નેતાઓએ ભાજપની વિચારધારાને સ્વિકારીને ભાજપમાં જોડાવાનો મોટો નિર્ણય લીધો છે જે જામનગરના સાંસદ પૂનમબેન માડમ અને ભાજપ પ્રત્યેના અતૂટ સમર્થનનું ઉત્તમ પ્રતિક છે. 

જેમ જેમ આપણે આગામી લોકસભાની ચૂંટણી તરફ આગળ વધી રહ્યા છીએ તેમ, ભાજપના બેનર હેઠળ વિવિધ રાજકીય નેતાઓનું એકત્રીકરણ, ના માત્ર ભાજપની વિકાસલક્ષી વિચારધારાને વધુ મજબુતી આપે છે પરંતુ જામનગરના સાંસદ પૂનમબેન માડમના કુશળ નેતૃત્વ ગુણ અને જામનગરના વિકાસ માટેના તેમના સ્પષ્ટ વિઝન પ્રત્યે તેમની પ્રતિબદ્ધતાનો પણસંકેતઆપેછે.

તમામ નેતાઓ અને સમર્થકોને કેસરિયો ખેસ પહેરાવતા, સાંસદ પૂનમબેનમાડમે કહ્યું, "આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા, વધુને વધુ જનશક્તિ પોતાની ઊર્જા સાથે આ યજ્ઞ સમાન પવિત્રકાજમાં જોડાઈ રહી છે ત્યારે ભાજપાની 'રાષ્ટ્રપ્રથમ'ની વિચારધારા સાથે જોડાયેલા તમામ આગેવાનોનું વિનમ્ર ભાવે હું સ્વાગત કરું છું."

કોંગ્રેસના અગ્રણીઓનો ભાજપમાં જોડાવાનો નિર્ણય પૂનમબેન માડમના નેતૃત્વમાં તેમનો વિશ્વાસ અને જામનગરના લોકોના કલ્યાણને આગળ વધારવાની તેમની સામૂહિક પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ નિર્ણયથી ના માત્ર પક્ષની તાકાતમાં વધારો થાય છે, પરંતુ લોકોના કલ્યાણને આગળ વધારવામાં સહયોગ અને સહકારની ભાવના પણ વધે છે. લોક સુખાકારી માટે લેવાયેલો આ નિર્ણય પ્રદેશમાં ભાજપની હાજરીને મજબૂત બનાવે છે તથા જામનગરના વિકાસ અને પ્રગતિને વેગ આપવામાં પણ અગત્યની ભુમીકા ભજવશે.

આટલી મોટી સંખ્યામાં નેતાઓનું ભાજપની વિચારધારાને સ્વિકારવું એ આપણી લોકશાહી માટે ખુબ જ મહત્વની ઘટના છે. જે કોંગ્રેસ પ્રત્યેની રાજકીય નિષ્ઠામાં પરિવર્તનની સાથે સાથે ભાજપના સાંસદ પૂનમબેન માડમ દ્વારા પ્રેરિત સર્વસમાવેશક અને પ્રગતિશીલ દ્રષ્ટિકોણનું પણ પ્રમાણ દર્શાવે છે. 

આ ઐતિહાસિક પગલા સાથે કોંગ્રેસ પક્ષના માજી અગ્રણીઓએ, પૂનમબેન માડમ દ્વારા જામનગરના પરિકલ્પિત વિકાસ અને સમૃદ્ધિના વિઝનને સ્વીકાર્યું છે. તથા ભાજપમાં જોડાવાનો તેમનો નિર્ણય સમર્પણ, પ્રામાણિકતા અને અતૂટ સંકલ્પ સાથે જામનગરના લોકોની સેવા કરવાની સહિયારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે. 

-જામનગરની જનતા માટે તેમના વર્ષોના અનુભવ અને સમર્પિત સેવાને સાથે લઈને ભાજપ સાથે જોડાણ કરવાનો નિર્ણય લેનારા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ-

1. રાજેશભાઈ કાલરીયા (ટપ્પુભાઈ) - કોર્પોરેટર, જામજોધપુર નગરપાલિકા 

2. રામશીભાઈ મેયાભાઈ બેરા - જિલ્લા પંચાયત, વડવાળાના માજી સભ્ય 

3. દાના હીરા મકવાણા - તાલુકા પંચાયતના સભ્ય, જામજોધપુર (બુટાવદરમાં દલિત સમાજનું પ્રતિનિધિત્વ ધરાવતા)

4. હમરભાઈ જલુ - બુટાવદરના સરપંચ

5. જીવાભાઈ ગોજીયા - બુટાવદરના માજી સરપંચ

6. જીવરામભાઈ ભરાડ - આંબરડી મેવાસા

7. શૈલેષભાઈ દવે - ધ્રાફાથી ગ્રામ પંચાયત સભ્ય

8. કિશોરભાઈ દવે - યુવા રાજગોર બ્રાહ્મણ મહામંત્રી, જામ જોધપુર

9. જયેશભાઈ શીલુ - રાજગોર બ્રાહ્મણ પ્રમુખ, બગધરા

10. દયારામભાઈ દવે - ગ્રામ પંચાયત સભ્ય, બગધરા

11. અશ્વિનભાઈ મકવાણા (કડવા પટેલ) - તાલુકા પંચાયતના સભ્ય, જામ જોધપુર

12. રતિલાલ મૌડિયા - કડવા પટેલ અગ્રણી

13. મયુરભાઈ ધાનિયા - તાલુકા પંચાયતથી વિરોધ પક્ષના ભૂતપૂર્વ નેતા તથા કિશાન કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ, જામ જોધપુર

14. ગોવિંદ દધાણીયા - કડવા પટેલ સમાજના પ્રમુખ, અને સેઠવડલા ગ્રામ પંચાયતના માજી સરપંચ

15. જગદીશ સોરઠીયા (લેઉવા પટેલ) - ગ્રામ પંચાયતના સરપંચ, જશાપર

16. જમનભાઈ માલવિયા (લેઉવા પટેલ) -ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ, સડોદર 

17. જયદિપભાઈ વડોદરા (લેઉવા પટેલ)- કલ્યાણપુરના યુવા અગ્રણી

18. અમીશભાઈ હર્ષોલા (લેઉવા પટેલ) - ગ્રામ પંચાયતના સભ્ય, કલ્યાણપુર

19. ભુરાભાઈ મકવાણા - દલિત સમાજના યુવા પ્રમુખ, જામ જોધપુર

20. માંજાભાઈ મેર - પાટણ ગ્રામ પંચાયતના માજી સરપંચ

21. અરવિંદભાઈ નાગરીયા (કડવા પટેલ) - ગ્રામ પંચાયતના માજી સરપંચ, કોટડા બાવીસી

22. હિરેનભાઈ દધણીયા - ગ્રામ પંચાયતના સભ્ય, શેઠવડલા