જામનગર મોર્નિંગ - ભાણવડ તા. 18 : ભાણવડ તાલુકાના કલ્યાણપુર ગામે રબારી સમાજના જોજરી માતાજીના મંદિરએ ભીમ અગિયારસના ધાર્મિક મેળા ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.



જોજરી માતાજી મંદિર એ વર્ષોની પરંપરા મુજબ રબારી સમાજ દ્વારા દર વર્ષે ભીમ અગિયારસના ધાર્મિક મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જીલ્લા માંથી બહોળી સંખ્યામાં રબારી સમાજ આ ધાર્મિક ભીમ અગિયારસ મહોત્સવમાં માતાજીના દર્શન કરવા માટે આવે છે વહેલી સવારથી બપોરે ત્રણ વાગ્યાં સુધી મહોત્સવ યોજાઈ છે. આ કાર્યક્રમમાં ઘી ગોળ ચોખ્ખા દૂધ દહીં છાસ ની પ્રસાદી અવિરત ચાલુ રહે છે. આ કાર્યક્રમમાં 15 થી 20 હજાર જેટલાં લોકો ઉમટી પડે છે.


આ કાર્યક્રમમાં સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ, આરોગ્ય કેમ્પ, રસ્તાઓ પર પાણી અને સરબતના ભવ્ય આયોજન કરવામાં આવે છે આ કાર્યક્રમ ભીમ અગિયારસના દિવસે દર વર્ષે યોજાઈ છે અને હજારોની સંખ્યામાં લોકો માતાજીના આશીર્વાદ લેવા અને દર્શન કરવા માટે આસ્થા પૂર્વક આવે છે.