એ.આર.ટી.ઓ. ખંભાળીયા ખાતે વાહનને લગતી તમામ કામગીરીની ફી ઓનલાઇન ભરી શકાશે
દેવભૂમિ દ્વારકા તા. ૧૩ ડિસેમ્બર,
સરકારશ્રી તરફથી આર.ટી.ઓ.કચેરીમાં ઓનલાઇન ફી ભરવાની સવિધા ઉપલબ્ધ કરવામાં આવતા
એ.આર.ટી.ઓ. ખંભાળીયા કચેરીની વાહન તેમજ લાઇસન્સને લગતી તમામ કામગીરીમાં પણ ઓનલાઇન
ફી ભરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે. જેથી અરજદારો વાહનને લગતી તમામ કામગીરી
જેવી કે, નવા વાહન રજિસ્ટ્રેશન, વાહન ટ્રાન્સફર, એન.ઓ.સી., વાહનના ફીટનેશ, ટેકસ
તથા પરમીટને લગતી તમામ કામગીરી તેમજ લાઇસન્સને લગતી જેવી કે નવુ લાયસન્સ, લાયસન્સ
રીન્યુ વગેરે કામગીરીનું પેમેન્ટ ઓનલાઇન કરી શકશે. અરજદાર http://parivahan.gov.in/parivahan/
ની વેબસાઇટ ઉપરથી ઓનલાઇન ફી ભરી શકશે. તેમ એ.આર.ટી.ઓ.શ્રી સી.આઇ.મહેરાની યાદીમાં
જણાવવામાં આવેલ છે.
0 Comments
Post a Comment