દ્વારકામાં ઘુસણખોરી કરવા બદલ બાંગ્લાદેશના શખ્સની અટકાયત 
જામનગર મોર્નિંગ - દ્વારકા 
દ્વારકામાં 10 દિવસ પૂર્વે મળી આવેલ બાંગ્લાદેશના શખ્સ સામે ગેરકાયદે ઘૂસણખોરી કરવા બદલ સ્થાનિક પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી આરંભી હતી.
મળતી વિગત મુજબ ગત તા. 13ના રોજ દ્વારકામાં ગોમતીઘાટ વિસ્તારમાંથી મહમદ મુશરફ મહમદહસન અલી નામનો બાંગ્લાદેશી શખ્સ પોલીસ તપાસ દરમિયાન મળી આવતા તેની સામે સ્થાનિક પોલીસે ગેરકાયદે ઘુસણખોરી કરવા બદલ ગુનો નોંધ્યો છે. આજથી 10 વર્ષ પહેલા પાસપોર્ટ કે આધાર વગર આ બાંગ્લાદેશી શખ્સ ભારતના પશ્ચિમ બંગાળ રાજ્ય મારફતે પ્રવેશ્યો હતો અને અલગ-અલગ જગ્યાએ રહી બાદ છેલ્લે દ્વારકા સુધી  પહોંચી ગયો હોય આ મામલે પીએસઆઇ એસ.વી. વસાવા વધુ તપાસ ચલાવી રહ્યા છે.