જામનગરમાં મહાપ્રભુજી બેઠક વિસ્તારમાં એસ્ટેટ વિભાગ દ્વારા કાર્યવાહી 

જામનગર મોર્નિંગ - જામનગર. જામનગરના કાલાવાડ રોડ પર છેવાડે આવેલ મહાપ્રભુજીની બેઠક પાસે આજે  સવારે ગેરકાયદેસર ઉભી કરવામાં આવેલ દુકાનો જામ્યુકો તંત્ર દ્વારા તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 
જામનગરમાં મહાપ્રભુજીબેઠક વિસ્તારમાં મુખ્ય રોડ પર ગેરકાયદે દુકાનો ખડકવામાં આવેલ હોય આસામીઓ દ્વારા આ ગેરકાયદે ખડકાયેલ દુકાનો જામ્યુકો તંત્ર દ્વારા તોડી પાડવાની આજે સવારે 10 વાગ્યે કામગીરી હાથ ધરવામાં આવી હતી. એસ્સ્ટેટ વિભાગના સુનીલ ભાનુશાળી સહિતના કર્મચારીઓએ સ્થળ ખાતે દોડી  જઈ આ દુકાનો તોડી પાડવાની કામગીરી હાથ ધરતા શહેરમાં અન્યત્ર ગેરકાયદે ખડકાયેલા દુકાનો-મકાનો વિગેરે આસામીઓમાં તંત્રનો હથોડો પડતા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. આ 18 મિલ્કત તોડીપાડી મેદાન કરી નાખવામાં આવશે.