જામનગર મોર્નિંગ - જામનગર :જામનગરની યુવતી ગુજરાતની અંડર-19 મહિલા ક્રિકેટ ટીમ માટે સિલેક્ટ થઇ છે અને આ રીતે નગરને બહુમાન પ્રાપ્ત થયું છે. 
રાષ્ટ્રીય કક્ષાએ આંતરરાજ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈને સારો દેખાવ કરનાર મહિલા ક્રિકેટરો નેશનલ ટીમમાં સ્થાન પામે છે. ત્યારે રાજ્ય કક્ષાની ટીમમાં સ્થાન મેળવવું મહત્વનું છે અને ગુજરાતની અંડર-19 ટીમની મહિલા સ્ક્વોડમાં મોદી સ્કૂલમાં ભણતી દ્રષ્ટિ સુભાષભાઈ ઠક્કર સ્થાન લેવામાં સફળ થયેલ છે, તેણી એક સારી બેટધર છે અને વિકેટ કીપિંગ પણ ખુબ સારું કરે છે, અંડર-19ની ગુજરાત ટીમમાં સ્થાન મેળવવા બદલ દ્રષ્ટિને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.