જામનગર મોર્નિંગ - જામનગર : જામનગરના
સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ત્રણ વર્ષ પહેલાના ખુનની કોશીશ અંગેના એક
ગુન્હામાં નાસ્તા-ફરતા આરોપીને રાજકોટ આર.આર.સેલ.ની ટીમે વોચ ગોઠવી પડધરી
થી ઝડપી લીધો છે અને સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દીધો છે.
રાજકોટ
રેન્જના ડી.આઈ.જી. સંદીપ સિંઘ દ્વારા નાસ્તા-ફરતા આરોપીઓને પકડી પાડવા
માટે સ્પેશ્યલ સ્કોર્ડ બનાવી હતી અને રાજકોટ આર.આર.સેલ.ની ટિમ દ્વારા
નાસ્તા-ફરતા આરોપીઓને પકડવા માટે જુદા જુદા વિસ્તારોમાં વોચ ગોઠવવામાં આવી
હતી જે દરમ્યાન જામનગરના સીટી બી ડિવિઝનના આહથી ત્રણ વર્ષ પહેલાના હત્યા
પ્રયાસ અંગેની કલમ 307 હેઠળના ગુન્હામાં નાસ્તા-ફરતા આરોપી જામનગરના
ગોકુલનગર વિસ્તારમાં રહેતા માંડણ માલદે જોગલ નામના શખ્સને પડધરી પાસેથી
ઝડપી લીધો છે અને જામનગરના સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દીધો
છે.
0 Comments
Post a Comment