ભાણવડ તાલુકાના ઘુમલી ગામના આશાપુરા મંદિરના પુજારીની હત્યા 
જામનગર મોર્નિંગ - દ્વારકા. દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ઘુમલી ગામે આશાપુરા મંદિરના પુજારીની લૂંટ કરી અજાણ્યા શખ્સો દ્વારા ઘાતકી હથિયાર વડે હત્યા નિપજાવી ફરાર થઇ જતા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ તમામ સ્થળે નાકાબંધી કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.  
મળતી વિગત મુજબ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ઘુમલી ના આશાપુરા મંદિર ના વૃદ્ધ પૂજારી હસુભાઈ ની લૂંટ ના ઇરાદે હત્યા નિપજાવી મંદિર ની મૂર્તિ ના ઘરેણાં અને કિંમતી સમાન ની લૂંટ સાથે સીસીટીવીની હાર્ડડિસ્ક પણ પુરાવાના નાશ કરવાના ઇરાદે લૂંટારાઓ સાથે ઉઠાવી જતા હાહાકાર મચી જવા પામ્યો છે. નિત્યક્રમની આરતી સમયે બનાવ બન્યો હોવાનું પૂજારી ના હાથમાં રહેલી અગરબત્તી અને મંદિર અંદર ની પૂજા ચાલુ હોય ત્યારે બનાવ બન્યા નું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સમગ્ર સૌરાષ્ટ્ર માં ખ્યાતિ પામેલ મંદિર માં અઘટિત ઘટના બનવાથી ભક્તોમાં રોષ ફેલાઈ જવા પામ્યો છે. જ્યારે માતાજી ના ઘરેણાં ના લૂંટના ઇરાદે આવેલા શખ્સો સાથે ના ઘર્ષણ માં હત્યા થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. લૂંટના ઇરાદે આવેલા હત્યારાઓ શંકાની સોઈ જાણભેદુ જ કોઈ  હોઈ એવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. જ્યારે શિયાળા ના સમય માં મંદિર ઉપર નો અવાજ તુરંત નીચે સંભળાતો હોય આરતી નો સમય જ નિશ્ચિત કરી અને પૂજારી નો અવાજ પ્રસરે નહીં તેવી મોડસ ઓપેરેનડી અખત્યાર કરાઈ છે.જ્યા રે પગથિયે આવેલી દુકાન સંચાલકો દ્રારા આરતી વધુ ચાલતા શંકા ઉપજતા ઉપર જઈ તપાસ કરતા વચ્ચેના મંદિર માં પૂજારી નો મૃતદેહ લોહી નીકળતી હાલત માં જોવા મળતા સંચાલકો દ્વારા પોલીસમાં જાણ કરતા ભાણવડ તાલુકાની પોલીસ ઘટના સ્થળે દોડી જઈ ભાણવડ પોલીસ દ્રારા લાગત તમામ વિસ્તારો માં બનાવના પગલે નાકાબંધી કરી લુટારૂઓની શોધખોળ હાથ ધરાઈ છે.