કુલ રૂ. 70 હજારની અંદાજીત નુકશાની 

જામનગર મોર્નિંગ - જામનગર. જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલ ચશ્માની દુકાનમાં આજે  બપોરના સમયે અકસ્માતે આગળ લાગતાં અંદાજીત 70 હજારની નુકશાની પહોંચી હોવાનું જાણવા મળે છે. 
જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલ બાબા ઓપ્ટીકલ નામની ચશ્માની દુકાનમાં આજે બપોરના સમયે અકસ્માતે શોર્ટ સર્કિટના કારણે આગ લગતા જોત જોતામાં દુકાનની અંદર ચારે બાજુ આગ પ્રસરવા લગતા આ બનાવ અંગે દુકાનના માલીક દ્વારા ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગના કર્મચારીઓ સ્થળ પર દોડી ગયા હતા અને એક ગાડી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. દરમ્યાન અંદાજીત 70 હજારની નુકશાની પહોંચી હોવાનું દુકાનના માલીક દ્વારા જણાવાયું હતું.