જામનગર મોર્નિંગ - ૧૧/૦૧ દ્વારકા : ખંભાળીયાનો શખ્સ કેફી પ્રવાહી પી ને જઇ રહ્યો હોય વેળાએ તેની કારને અકસ્માત નડતાં નુકશાની પહોંચતા સ્થાનિક પોલીસે આ બનાવ અંગે તપાસ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ ખંભાળીયામાં લુહારશાળ વિસ્તારમાં રહેતા અને મુળ કાંટેલા ગામના વિજય જીવણલાલ ત્રિવેદી (ઉ.વ. 32) એ તેની જીજે-10-જી-0544 નંબરની ત્રણ લાખની કિંમતની તવેરા કાર કેફી પ્રવાહી પી ને જામનગર હાઇવે પર ચલાવતી વખતે અકસ્માત સર્જાતાં તવેરા કારમાં નુકશાની થવા પામી હતી, આ બનાવ અંગે પોલીસે આઇપીસી કલમ-279, 427 તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.