જામનગર મોર્નિંગ - જામનગર. જામનગર શહેરમાં ઠંડીથી ઠુઠવાતા આશ્રિતોને એસઆરપી ગ્રુપ દ્વારા ધાબળા ઓઢાડી પ્રસંશનીય કાર્ય કર્યું હતું. આ વેળાએ ડીવાયએસપી એન.એમ.પટેલ તથા પીઆઇ આર.કે.વરૂ તથા પીએસઆઇ ચાવડા સ્ટાફના સિધ્ધરાજસિંહ જાડેજા, જાનીભાઈ, રસીકભાઇ દેસાઈ અને સમાજ સેવક પરેશભાઈ દોમડીયા વિગેરેએ હાજર રહી ગરીબોને ઠંડીથી બચવા ગરમ વસ્ત્રોનું દાન કરી પ્રેરણાત્મક ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.