જામનગર મોર્નિંગ - દ્વારકા : ખંભાળીયામાં ટ્રાફીકને અડચણ ઉભી કરતા વધુ પાંચ ઇકોકાર અને બે રેંકડી ધારકો સામે સ્થાનિક પોલીસે દંડનાત્મક કાર્યવાહી આરંભી હતી.
મળતી
વિગત મુજબ ખંભાળીયા રેલવે સ્ટેશન પાસે જયકીશન જગદીશ ગોસાઈ, દેરાજ ભીમા
બુધીયા, ગગજી ડાડુભાઈ ધારાણી, વિક્રમસિંહ પથુભા જાડેજા, નાથા હાજા સાંખરાએ
ઇકોકાર તથા નગરનાકે સાકેફ ગફાર, દિપક ભુપતભાઇ રાઠોડએ રેકડીઓ અડચણરૂપ
ટ્રાફિક સમસ્યા સર્જાય તે રીતે રાખતા પોલીસે અટકાયત કરી હતી.
0 Comments
Post a Comment