ભાણવડ,કલ્યાણપુર દ્વારકાના કુલ ૭૨૯૬૪ માંથી ૫૫૯૧૦ ખેડુતોની સહાય માટેની અરજી આવી : ૩૭ કરોડ ૨૧ લાખ જેટલી સહાયની રકમ ચુકવવામાં આવશે.

જામનગર મોર્નિંગ - ખંભાળીયા : હાલાર સહીત સમગ્ર ગુજરાતમાં અપુરતા વરસાદના કારણે ખેડુતોની હાલત કફોળી બની રહી છે. ત્યારે આંશિક રાહત માટે ગુજરાત સરકારે ૧૨૫ મીમીથી ઓછા નોંધાયેલ વરસાદ વાળા વિસ્તારને અછતગ્રસ્ત જાહેર કરેલ જેમાં ગુજરાતના ૨૫૬ તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર દ્વારકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા અને ભાણવડને સ્પેશિયલ પેકેજમાં સમાવેશ કરવામાં આવ્યું અછતગ્રસ્ત વિસ્તારમાં  ખરીફ પાકમાં ખેડુતોને કૃષિ ઈનપુટ સહાય અંતર્ગત હેકટર દીઠ ૬૧૦૦ થી ૬૮૦૦ સુધીની રકમની સહાય આપવાનો નિર્ણય કરેલ જે અંતર્ગત દ્વારકા જીલ્લામાં ભાણવડમાં હેક્ટર દીઠ - ૬૩૦૦ અને કલ્યાણપુર દ્વારકામાં હેક્ટર દીઠ - ૬૮૦૦ની સહાય ૨ હેક્ટર સુધીની મર્યાદામાં કરવાનું જાહેર કરવામાં આવ્યું હતું.
      
 જેમાં ભાણવડના કુલ ૨૦૫૧૪ ખાતેદારમાંથી ૧૬૦૧૭, દ્વારકામાં ૧૩૮૨૬ ખાતેદારમાંથી ૮૯૪૯ અને કલ્યાણપુરમાં ૩૮૬૨૪ ખાતેદારમાંથી ૩૦૮૫૪ ખેડૂતોએ સહાય માટે અરજી કરેલ.
 દ્વારકા જીલ્લામાં કુલ ૫૫૯૧૦ ખેડુતોને રૂપિયા ૩૭૨૧૩૪૫૦૦ જેટલી રકમની સહાય સીધી જે - તે ખેડૂતના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
         
 " દ્વારકા,ખંભાળીયામાં સહાયની રકમ ચૂકવવાનું ચાલુ છે જયારે ભાણવડ તાલુકામાં સહાય માટે અરજી થયેલ ૧૬૦૧૭ તમામ ખેડુતોને સહાયની રકમ ચૂકવાઈ ગયેલ છે. વિપુલ લાડવા નાયબ મામલતદાર અછત વિભાગ "