• ભાણવડમાં નબીરાઓ ડ્રગ્સની લતે ચડ્યા હોવાના અગાઉ અનેક વખત અખબારી અહેવાલો પ્રસિદ્ધ કરાયા હતા.
  • મુંબઇથી આવેલ મૂળ ભાણવડના શખ્સ પાસેથી 124 ગ્રામથી વધુનો ડ્રગ્સનો જથ્થો અને 12.51 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી.
જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.17 : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ કોલેજીયનોમાં દિન પ્રતિદીન વધતો જતો મેફેડ્રોન જેવા જીવલેણ ડ્રગ્સની લતને અટકાવવા અને આવી પ્રવૃતિ કરતા અસામાજીક તત્વો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અંગે એસ.ઓ.જી.દેવભૂમિ દ્વારકા ને જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવેલ હતું જે અનુસંધાને એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ કર્મચારીઓ એસ.ઓ.જી. ની લગત કામગીરી અંગે ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મળેલ ખાનગી બાતમીદાર મારફતે ચોક્કસ હકીકત મળેલ હોય કે મહંમદહુશેન અલી રીંડાણી રહે. મીરા રોડ, મુંબઇ વાળો અવાર નવાર ભાણવડ ખાતે રોકાણ કરી અને નશીલો માદર પદાર્થ એમ.ડી. ડ્રગ્સનુ વેચાણ કરે છે અને યુવાધનને બરબાદી તરફ દોરે છે અને આજરોજ એમ.ડી. ડ્રગ્સનુ વેચાણ કરવા અર્થે ભાણવડ ત્રણ પાટીયા રોડ ઉપર ચાર પાટીયા બસ સ્ટેન્ડ પાસે આવેલ છે.

જેથી બાતમી આધારે પોલીસ સ્‍ટાફના માણસો તથા સરકારી પંચશ્રીઓ સાથે મળેલ હકિકત આધારે કાર્યવાહી કરતા શખ્સ મંહમદહુશેન અલી રીંડાણી,મુસ્લીમ ઉ.વ.૫૪ ધંધો કાપડનો વેપાર રહે.ઘાંચી કોલોની, સી પ્લાન નંબર ૫૩૮, પ્લાન્ટ નંબર ૧ બી-વીંગ-૨૦૧, મીરા રોડ, ઇસ્ટ, મુંબઇ, મહારાષ્ટ્ર મુળ રહે. ભાણવડ ના કબ્જામાંથી ગેર કાયદેસર રીતે નશીલો માદક પદાર્થ એમ.ડી.ડ્રગ્સ ૧૨૪ ગ્રામ ૫૦૦ મિ.લી.ગ્રામ કિં.રૂ.૧૨,૪૫,૦૦૦/- તથા મોબાઈલ ફોન નંગ-૦૧ કિં.રૂ.૫૦૦૦/- તથા નશીલા માદક પદાર્થ એમ.ડી.ડ્રગ્સનું વેચાણ કરવા માટે ઉપયોગમાં લીધેલ જીપલોક વાળી પારદર્શક પ્લાસ્ટીકની નાની-મોટી કોથળીઓ નંગ-૫૨ કિં.રૂ.૦૦/૦૦ તથા તથા નશીલા માદક પદાર્થે એમ.ડી.ડ્રગ્સના વેચાણ માટે ઉપયોગમાં લીધેલ ડીઝીટલ વજન કાંટો નંગ-૧ કિ.રૂ.૫૦૦/- તથા માદક પદાર્થ એમ.ડી. ડ્રગ્સનું સેવન કરવા માટે મીક્સ કરવા માટે રજનીગંધા પાનમસાલા નંગ-૬ કિ.રૂ.૧૦૮/- તથા આરોપીના પેન્ટના ખિસ્સામાંથી ભારતીય ચલણની રૂપીયા ૧૦૦ ના દરની નોટ નંગ-૭ તથા રૂપીયા ૫૦ ના દરની નોટ નંગ-૧ મળી કુલ રૂપીયા ૭૫૦/- જે કુલ મળી રૂ.૧૨,૫૧,૩૫૮/-નો મુદામાલ સાથે પકડી પાડી મજકુર આરોપી વિરૂધ્‍ધ ભાણવડ પોલીસ સ્‍ટેશન માં એન.ડી.પી.એસ. કલમ ૮(સી), ર૦(બી) તથા ૨૯ મુજબનો ગુન્હો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે મહત્વનું છે કે ઝડપાયેલા આરોપી એ જામનગર ના ઈસમો ને જથ્થો આપવાનો તેમજ મુંબઇ થી સોલાય કરતા વ્યક્તિઓના નામ પોલીસ ને આપ્યા છે સાથે જ કલ્યાણપુર પોલીસ મથક ના અધિકારી ને ડ્રગ્સની તપાસ સોંપાઈ છે આરોપી ના અગાઉ ના ગુન્હા ઓ તેમજ અન્ય ઈસમો સુધી પહોંચવા પોલીસે પકડી પાડવાની કવાયત શરૂ કરી છે.

તસ્વીર - દેશુર ગઢવી - ખંભાળીયા