તા . ૨૮ એપ્રિલ ૨૦૨૩ સવારે 11 વાગ્યે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિડીયો કોન્ફરન્સનાં માધ્યમથી સમગ્ર ભારતમાં ૧૦૦ WATT નાં કુલ ૯૧ FM ટ્રાન્સમીટર્સનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવશે . સૌરાષ્ટ્રના 4 વિસ્તારોમાં આ FM ટ્રાન્સમીટર્સની ભેંટ મળી છે . જેમાં સુરેન્દ્રનગર , વેરાવળ , બોટાદ અને ખંભાળિયા મુકામે આ ટ્રાન્સમીટર્સનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવશે . પ્રસારભારતી અને મહાનિદેશાલય આકાશવાણી દિલ્હી દ્વારા સમગ્ર ભારતમાં નેશનલ બ્રોડકાસ્ટર તરીકે રેડિયોનાં માધ્યમથી મનોરંજન , માહિતી અને સમાચાર તથા સુચનાઓનો બહોળો અને મહત્તમ લાભ શ્રોતાઓ તથા સામાન્ય જનતાને મળે એ હેતુથી અંદાજે ૧૦૦ WATT નાં કુલ ૯૧ FM ટ્રાન્સમીટર્સ સમગ્ર દેશમાં પ્રજાને સમર્પિત કરવામાં આવશે . રાજકોટ વિભાગની સમગ્ર જવાબદારીમાં ક્લસ્ટર હેડ શ્રી રમેશચંદ્ર અહિરવાર ( ઉપ મહાનિર્દેશક - એન્જી . ) નાં માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજકોટ આકાશવાણી , દુરદર્શન , સુપર પાવર ટ્રાન્સમીટર , વગેરે કાર્યાલયના ઉચ્ચ અને અન્ય અધિકારીઓ , કર્મચારીઓ આ અનોખા લોકાર્પણ સમારોહની તૈયારીમાં દિવસોથી મહેનત કરી રહ્યા છે . દરેક સ્થળના વિવિધ મહાનુભાવો , સંસદ સભ્યો , ધારાસભ્યો , કલેકટરશ્રીઓ , જીલ્લા વિકાસ અધિકારીશ્રીઓ , પોલીસ અધિકારીશ્રીઓ , નગરપાલિકાના પ્રમુખશ્રીઓ તથા અન્ય ગણમાન્ય પ્રજા પ્રતિનિધિઓ ઉપસ્થીત રહેશે . સુરેન્દ્રનગરમાં માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહીને આ લોકાર્પણ સમારોહને શોભાવશે , આ સમગ્ર સમારોહનું જીવંત પ્રસારણ આકાશવાણી અને દુરદર્શનની મુખ્ય ચેનલો પરથી કરવામાં આવશે . સ્થાનિક રહીશોમાં આ ૧૦૦ WATT નાં કુલ ૯૧ FM ટ્રાન્સમીટર્સના લોકાર્પણ બાબતે ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે , રેડિયોનું પ્રસારણ હવે રેડિયો , મોબાઈલ અને વિવિધ સામાજિક માધ્યમોથી સાવ નજીકથી સાંભળી શકાશે