જામનગર મોર્નિંગ - જામનગર


જામનગર જિલ્લામાં સંભવિત 'બીપોરજોય' વાવાઝોડાના પગલે હવામાન વિભાગ દ્વારા તમામ નવ બંદરો ઉપર ૪ નંબરના ભય સૂચક સિગ્નલો લગાવાયા છે, અને બંને જિલ્લા ના ડિઝાસ્ટાર મેનેજમેન્ટ દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

જામનગર જિલ્લાના નવાબંદર, બેડીબંદર, રોજીબંદર, સિક્કા બંદર(જેટી) અને જોડિયા બંદર સહિત તમામ પાંચ બંદરો પર ૪ નંબરના ભય સૂચક સિગ્નલો લગાવી દેવામાં આવ્યા છે.

હવામાન વિભાગના જણાવાયા અનુસાર ૪ નંબરના ભય સૂચક સિગ્નલમાં થોડા અથવા તો સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરની દક્ષિણ દિશા તરફ કિનારાઓ ઓળંગવાનો સંભવ છે, જેથી બંદર પાસે તોફાની હવાનો અનુભવ થશે, જેને અનુરૂપ જામનગર અને દેવભૂમિ દ્વારકા અને કચ્છના જિલ્લાના સાગર કિનારાઓ પર વાવાઝોડાની અસર જોવા મળશે. જે બાબતે હવન વિભાગ દ્વારા સચેત કરવામાં આવ્યા છે.