જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરમાં ધણી માતંગદેવ જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે શહેરના સાત રસ્તા પાસેથી શોભાયાત્રા નીકળી હતી, જે એસ.ટી. રોડ, જોલી બંગલા, ટાઉનહોલ, નાગનાથ ગેઇટ સહિતના વિસ્તારમાંથી નીકળી પૂર્ણ થઇ હતી, બાદમાં ગઇકાલે મહેશ્વરી સમાજનું સમૂહ ભોજન અને ત્યારબાદ પૂલવામામાં થયેલ શહીદ જવાનોને શ્રધ્ધાંજલિ અર્પવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.