જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર શહેરમાંથી જુગાર રમતા 15 શખ્સને પોલીસે ઝડપી લઇ રૂ. 25 હજાર ઉપરાંતનો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 
મળતી વિગત મુજબ જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલી આદર્શ સોસાયટી પાસે શુક્રવારે સાંજે કેટલાક શખ્સો જાહેરમાં તીનપત્તી રમતા હોવાની બાતમી એલસીબીના વનરાજ મકવાણા, મિતેશ પટેલ, નિર્મળસિંહ બી. જાડેજાને મળતા પીઆઈ આર.એ. ડોડીયાને તેનાથી વાકેફ કર્યા પછી એલસીબીના સ્ટાફે તે સ્થળે દરોડો પાડ્યો હતો જ્યાંથી જગદીશગીરી મનસુખગીરી ગોસ્વામી, જામભા અજીતસિંહ સોઢા, જુસબ હુશેનભાઈ સંધી, વ્રજલાલ કાન્તિલાલ વરૃ, વશરામભાઈ ચર્તુભુજભાઈ ગોરી તથા ગફાર અલ્લારખા ખીરા નામના છ શખ્સો મળી આવ્યા હતાં. એલસીબીએ પટ્ટમાંથી રૃા. ૧૪,૫૦૦ રોકડા, ગંજીપાના કબજે કરી આરોપીઓ સામે સિટી 'સી' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવ્યો છે. 
આ કાર્યવાહી પીઆઈ આર.એ. ડોડિયા, પીએસઆઈ વી.વી. વાગડિયા, પીએસઆઈ કે.કે. ગોહિલ, પીએસઆઈ આર.બી. ગોજિયા, સ્ટાફના જયુભા ઝાલા, વસરામભાઈ, બશીરભાઈ, લક્ષ્મણ ભાટિયા, હરપાલસિંહ સોઢા, ભરત પટેલ, શરદ પરમાર, નાનજી પટેલ, દિલીપ તલાવડિયા, ફિરોઝ દલ, ખીમભાઈ ભોચિયા, લાભુભાઈ ગઢવી, મિતેશ પટેલ, ભગીરથસિંહ, હરદીપ ધાધલ, સંજયસિંહ વાળા, નિર્મળસિંહ બી. જાડેજા, નિર્મળસિંહ એસ. જાડેજા, બળવંતસિંહ પરમાર, હીરેન વરણવા, પ્રતાપ ખાચર, સુરેશ માલકિયા, અજયસિંહ ઝાલા, એ.બી. જાડેજા, અરવિંદગીરી, ભારતીબેન ડાંગર વિગેરેએ કરી હતી.
જયારે જામનગરના બેડેશ્વર નજીક આવેલી મહેશ્વરી સમાજની જગ્યા પાછળ ગઈકાલે બપોરે જાહેરમાં જુગાર જામ્યો હોવાની બાતમી પરથી બેડી મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડ્યો હતો ત્યાંથી જિલાણી એલીયાસ જેડા, મોહસીન હનીફભાઈ શેખ, વસીલા ચોકવાળો પિન્ટુ તથા જેનુલભાઈ દુકાનવાળાના ભત્રીજા આનંદ સહિતના ચાર શખ્સો ઝડપાઈ ગયા હતાં જ્યારે કેટલાક શખ્સો નાસી છુટ્યા હતાં. પોલીસે પટ્ટમાંથી રૃા. ૧૧૬૦ રોકડા કબજે કરી ફરાર થયેલા શખ્સોની શોધ શરૃ કરી છે.
ઉપરાંત જામનગરના ગોકુલનગર નજીકના શિવનગરમાં ગઈકાલે સાંજે ગંજીપાનાથી જુગાર રમતા જેન્તિભાઈ હીરાભાઈ કોળી, ગોવિંદ નાથાભાઈ રાઠોડ, ધીરૃભાઈ બચુભાઈ મકવાણા, અલ્પેશ શામજીભાઈ કોળી, રાહુલ મુકેશભાઈ કોળી નામના પાંચ શખ્સોને પોલીસે પકડી જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે અને પટ્ટમાંથી રૃા. ૧૦,૧૨૦ રોકડા ઝબ્બે લીધા છે.