રાજપુત સમાજના નવ નિયુકત મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાનુ મોરબી જીલ્લા રાજપુત સમાજે સન્માન કર્યું હતુ
જામનગર મોર્નિંગ - જામનગર 
(અમારા પ્રતિનિધિ ઈરફાન પાલેજા દ્વારા)
તાજેતરમાં રાજ્યના મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે જેમાં જામનગરના રહેવાસી ધર્મેન્દ્રસિંહ(હકુભા) જાડેજાને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે લેવામાં આવ્યા છે જેથી તેમના સહિતના રાજપૂત સમાજના ધારાસભ્ય અને અન્ય આગેવાનોનું સન્માન કરવા માટેના કાર્યક્રમનું મોરબી રાજપૂત સમાજ દ્વારા  મોરબીમાં આયોજન કરવામાં આવ્યું હતુ
મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા  પાલિકાના પટાંગણમાં આવેલા ટાઉન હોલ ખાતે પદાધિકારીઓ અને રાજપુત સમાજના અગ્રણીઓના સન્માન કરવા માટેના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તાજેતરમાં ગુજરાત રાજ્યના મંત્રી મંડળમાં રાજ્ય કક્ષાના મંત્રી તરીકે પસંદગી પામેલા જામનગરના રહેવાસી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાનું મોરબી જીલ્લાના ટંકારા વાકાનેર હળવદ અને માળીયા મિંયાણાના ક્ષત્રિય સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતુ  આ સન્માન સમારોહના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ ઉધોગપતિઓ અને પદાધિકારીઓ બહોળી સંખ્યામા ઉપસ્થીત રહયા હતા મોરબી રાજપુત સમાજના પ્રમુખ રઘુવીરસિંહ ઝાલા, મહામંત્રી મહાવીરસિંહ જાડેજા સહિતની ટીમે કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી