સતત બીજા દિવસે 58 ટુકડીઓ દ્વારા વીજ ચેકિંગની કાર્યવાહી 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર શહેરમાં ગઈકાલે પીજીવીસીએલની સાંઈઠ જેટલી ટુકડીઓ દ્વારા વ્યાપક દરોડાઓ પાડી 14 લાખની વીજચોરી પકડી પાડ્યા પછી સામે સતત બીજા દિવસે પણ વીજ ચેકિંગની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી છે અને હાપા જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એરીયા તેમજ બેડેશ્વર વિસ્તારમાં જ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. 
જીયુવીએનએલ ચેકીંગ ડ્રાઈવ દ્વારા જામનગરના પીજીવીસીએલના સીટી-1 અને સીટી-2 ડિવિઝનની 58 જેટલી ટુકડીઓ દ્વારા આજે જામનગર શહેરના બેડેશ્વર વિસ્તાર ઉપરાંત હાપા-જીઆઈડીસી 1-2 અને 3 વિસ્તારમાં ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને 18 જીયુવીએનએલ પોલીસ તેમજ 15 નિવૃત આર્મીમેનની મદદથી વીજ ચેકીંગની કાર્યવાહી હાથ ધરાતા વીજચોરી કરનારા તત્વોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. ઇન્ડસ્ટ્રીયલ એરીયાના દરેક કારખાનાઓમાં વ્યાપક પ્રમાણમાં ચેકીંગ કરાઈ રહ્યું છે.