જમીનના ડખ્ખાનો બનાવ 
જામનગર મોર્નિંગ - ભુજ 
માંડવીમાં ટીવી ચેનલના પત્રકાર તરીકે કાર્યરત અંકુર નિરંજનભાઈ ભટ્ટ નામના યુવકને જામનગરની અજાણી મહિલાએ ફોન પર પતાવી દેવાની ધમકી આપતાં પત્રકારે પોલીસને ફરિયાદ અરજી આપી છે. માંડવીના નવાપુરામાં રહેતા અંકુર ભટ્ટને 29-05-2019નાં રોજ સવારે 11.43 વાગ્યાના અરસામાં જામનગરથી અજાણી મહિલાએ લેન્ડલાઈન પરથી ફોન કર્યો હતો. અંકુરે ફોન ઉપાડતાં જ મહિલાએ તેના પર ગાળોનો વરસાદ વરસાવવાનું શરૂ કરી દીધું હતું.ફોન પત્યા બાદ પત્રકારે તપાસ કરતાં આ નંબર જામનગરના લાલબંગલા કૉર્ટ સામે આવેલા પીસીઓનો નંબર હોવાની ખબર પડી હતી.
ફોન પર જેને ધમકી મળી છે તે અંકુરની માતાની જામનગરમાં જમીન ખેતીની જમીન અને બીનખેતીના 8 પ્લોટ આવેલાં છે. માતાની મિલકતની પાવર ઑફ એટર્ની અંકુર પાસે છે. અંકુરે તાજેતરમાં આ જમીન અંગે રેવન્યૂ રેકર્ડ કઢાવી કૉર્ટમાં ફરિયાદ કરી હતી. ફોન કરનાર મહિલાએ અંકુરને જમીનના કૉર્ટ કબાલામાં બંધ કરવા જણાવી ધમકી આપી હતી. માંડવી પીઆઈ એમ.જે.જલુએ બનાવની તપાસ હાથ ધરી છે.