અગિયાર વર્ષથી સંતાન ન થતા પરિણીતાનો આપઘાત
જામનગર મોર્નિંગ - જામનગર
કાલાવડ તાલુકાના વીરવાવ ગામે પરણિતાના લગ્નના અગિયાર વર્ષ પછી પણ સંતાન ન થતા મનમા લાગી આવતા કુવા પડી જઈ આત્મહત્યા કરી લેતા કાલાવડ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ કાલાવડના વીરવાવ ગામે રહેતી જયશ્રીબેન કારૂભાઈ મૈયડ (ઉ.વ.33) નામની પરણિતાના લગ્ન અગિયાર વર્ષથી થઇ ગયા હોય તેમ છતાં સંતાન ન થતા ચિંતામાં અને ગુમસુમ હાલતમાં રહેતી હોય અને મનમાં લાગી આવતા કુવામાં પડી જઈ આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે, આ બનાવની જાણ કારૂભાઈ દેવદાનભાઈ મૈયડએ કાલાવડ પોલીસમાં કરતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
0 Comments
Post a Comment