જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરમાં દિ.પ્લોટ પોલીસ સ્ટેશનની પાછળના વિસ્તારમાં વકીલના પ્લોટમાં કામ ચાલતું હોય ત્યાં બેથેલ ત્રણ શખ્સોને બેસવાની ના પાડતા પ્રૌઢ વકીલ પર ત્રણ શખ્સનો લાકડાના ધોકા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા સીટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.  
મળતી વિગત મુજબ જામનગર શહેરના સીટી એ ડિવિઝન પાછળ જમજમ સોસાયટી વિસ્તારમાં વકીલાતનો ધંધો કરતા આસીફ જીકરભાઈ શેરજી (ઉ.વ.51) (રહે. પાંચ હાટડી, ટાંકનો ડેલો) નામના પ્રૌઢનું એસટી ડેપો પાછળ જમજમ વિસ્તારમાં પ્લોટ નંબર 3માં બાંધકામ ચાલતું હોય ત્યાં બસીર ધ્રોલીયા અને બે અજાણ્યા શખ્સો બેઠા હોય અને આસીફભાઈએ આવીને કહેતા અહીંયા કેમ બેઠા છો તેમ કહેતા બસીર તથા તેની સાથે રહેલા બે શખ્સો ઉશ્કેરાઈ જઈ આસીફભાઈને ગાળો બોલી લાકડાના ધોકા વડે માથાના પાછળના ભાગે એક ઘા મારી બીજો ઘા ડાબા હાથમાં ફટકારી ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજાઓ પહોંચાડી "અમે અહીંયા જ બેસશું" તેમ જણાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા આસીફ ભાઈએ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આઈપીસી કલમ 324, 447, 323, 504, 506(2), 114 તથા જીપીએકટ 135(1) મુજબ ગુનો નોંધી પીએસઆઈ વી.કે. રાતીયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.