જામનગર મોર્નિંગ - જામનગર : ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી બી. જી. સુત્રેજા એ.સી. બી. ની ઝપટે ચડ્યા ગાંધીનગર ટ્રાવેલિંગ દરમિયાન રૂપિયા 5 લાખ રોકડા તથા ઘરે તપાસ કરાતા 5 લાખ રોકડા અને સોનાના બિસ્કિટ મળી આવ્યા છે. 
પ્રદુષણ નિયંત્રણ બોર્ડના બી. જી. સુત્રેજા જામનગર અને રાજકોટમાં પ્રાદેશિક અધિકારી ક્લાસ - 1 તરીકે ફરજ બજાવે છે. 
જામનગરમાં મહાકાય કંપનીઓના પ્રદુષણ સામે તેમનું મૌન વિવાદસ્પદ રહ્યું છે અનેક અરજદારોની અરજી અને રજૂઆતને બેદરકારી પૂર્વક દબાવી રાખવાના આક્ષેપ થઇ ચુક્યા છે. અપ્રમાણસર મિલ્કત ધરાવતા આ અધિકારી સામે તંત્ર અને એ. સી. બી. કેટલા પગલાં ભરશે તે આવનારો સમય બતાવશે.