જામનગ મોર્નિંગ - ખંભાળીયા : દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ચાલુ વર્ષે મુશળધાર વરસાદ પડતા અનેક જગ્યાએ કુદરતી હોનારત જેવા દ્રશ્યો સામે આવ્યા હતા અને આ વર્ષે આકાશી વીજળી પડવાના પણ અનેક બનાવો બન્યા હતા. જયારે દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ચાલુ વર્ષે આકાશી વીજળીમાં કુલ ૨૬ જેટલા નાના - મોટા પશુઓના મૃત્યુ નીપજ્ય હતા. વીજળીથી મૃત્યુ નીપજવામાં ભેંશ,ગાય,બળદ,ઘેટા - બકરા વિગેરે પશુઓનો સમાવેશ થાય છે. જયારે મુશળધાર વરસાદના પાણીના પ્રવાહમાં ખંભાળીયાના દાંતા ગામે ૨૬ જેટલા ઘેટા - બકરા તણાયા હતા જેમના મૃતદેહ પણ મળેલ નથી. આકાશી વીજળીથી મૃત્યુ પામેલ પશુઓના માલિકને તે અંગેની સહાય ચુકવવામાં આવેલ  છે. ત્યારે આ વખતના મુશળધાર વરસાદથી જીલ્લામાં માલ - ઢોરમા મોટા પાયે નુકશાની થયેલ હોવાનું સામે આવ્યું છે.