જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા એક પ્રૌઢે સોમવારે પોતાના વતન લાલપુરના મોટી રાફુદળમાં જઈ ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે. બે ખાનગી બેંકમાંથી તેઓએ મેળવેલી લોનના બે-ત્રણ હપ્તા ચઢત થઈ જતાં તેના ટેન્શનના કારણે આ પ્રૌઢે આપઘાત કર્યો હોવા નું જાહેર થયું છે.

મળતી વિગત મુજબ લાલપુર તાલુકાના મોટી રાફુદળ ગામના વતની અને હાલમાં જામનગરના ગોકુલનગર પાસે લક્ષ્મીનગરની શેરી નં.૩માં રહેતા કરશનભાઈ અરજણભાઈ કટેશીયા(ઉ.વ. ૪૭)એ સોમવારે સવારે પોતાના ગામ-મોટી રાફુદળમાં જઈને ઝેરી દવા પી લીધી હતી. દવાની વિપરીત અસર થતાં  બેશુદ્ધ બની ગયેલા કરશનભાઈનું મૃત્યુ નિપજ્યું છે. આ બનાવ અંગે તેમના પુત્ર નરેન્દ્રભાઈએ પોલીસને જાણ કરી છે. આથી લાલપુર પોલીસે તપાસ શરૂ કરી હતી.

મૃતક પ્રૌઢ દ્વારા આઈડીબી આઈ તથા એચડીબી બેંકમાંથી લોન મેળવાઈ હતી. જેના બે-ત્રણ હપ્તા ચૂકવવાના બાકી હતા તેનું ટેન્શન અનુભવતા કરશનભાઈએ સોમવારે પોતાના ગામના વાડી વિસ્તારમાં આવેલા મકાને ઝેર પીધું હોવાનું ખૂલ્યું છે. 









.