જામનગર મોર્નિંગ - ભાણવડ તા.06 : ભાણવડ શહેરી જનો અને ગ્રામીણ પ્રજા તૂટેલા બાયપાસ રોડથી ત્રાહિમામ હતા અગાઉ રોડ નબળી ગુણવતાનો બનેલ હોવાથી વહેલી તકે નાશ પામ્યો હતો ત્યારથી લગભગ 3-4 વર્ષથી આ રોડ જર્જરિત હાલતમાં ઠેર ઠેર ખાડા ઓથી ખદબદતો હતો તાજેતરમાં ગયેલ ચૂંટણીમાં પણ મુખ્ય મુદ્દો બાયપાસ રોડનો હતો.
આ સમસ્યાથી લોકોને રાહત મળી છે. ભાણવડના આ બાયપાસ રોડ 1.60 કરોડના ખર્ચે સંપૂર્ણ નવો સી. સી. રોડ બની રહ્યો છે રોડમાં સાઈડમાં અંડર ગ્રાઉન્ડ ગટરની સુવિધા પણ ઉમેરવામાં આવી છે આ રોડ મજબૂત અને ટકાઉ થાય તેવું ભાણવડના લોકો ઈચ્છી રહ્યા છે. આ રોડ 2 થી 3 મહિનામાં સંપૂર્ણ બની જશે તેવું કામ કરનાર કોન્ટ્રાકટર દ્વારા આશાવાદ અપાયો છે.
રોડમાં ફરી ભ્રષ્ટાચારનો ભોરીંગ ના થાય તે જવાબદારી પાલિકા અને ધારાસભ્યની રહેશે !
હાલમાં ભાણવડ નગરપાલિકામાં શાસન કોંગ્રેસ પાસે છે અને તેઓના મુખ્યા ધારાસભ્ય વિક્રમભાઈ માડમ અને કે. ડી. કરમુર હાલમાં છે એટલે હાલમાં શહેરમાં થતા કામોનું મોનીટરીંગ તેમના વળપણ હેઠળ થઇ રહ્યું છે જેથી રોડ સારી ગુણવતાનો ટકાઉ થાય ભ્રષ્ટાચારના ભોરીંગથી નબળો રોડ ના બને તે જોવાની જવાબદારી નગરપાલિકા સહીત ધારાસભ્યની પણ રહેશે.
0 Comments
Post a Comment