નવા આવેલ બંને પીઆઈને એલસીબી અને એસઓજીમાં મુકવામાં આવ્યા 

જામનગર મોર્નિંગ - જામનગર  

જામનગર જિલ્લામાં જિલ્લા પોલીસ વડા દીપન ભદ્રન ખાસ મિશન માટે મુકાયેલા હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે જયારે જિલ્લા પોલીસ વડા દ્વારા ખાસ ઓપરેશન માટે જિલ્લામાં એક ટીમ તૈયાર કરવામાં આવી રહી છે. 

જામનગર જિલ્લામાં એલસીબી એસઓજી સહીત તમામ ડિવિઝનના પીઆઈની આંતરીક બદલીઓ કરવામાં આવી છે, તાજેતરમાં જ મુકાયેલા જામનગરમાં બંને પીઆઈને ચાર્જ સોંપવામાં આવ્યો છે ત્યારે આણંદથી આવેલ કે.જી. ચૌધરીને એલસીબી જયારે એસ.એસ. નિનામાને એસઓજીમાં મુકવામાં આવ્યા છે. 

એલસીબીના પીઆઈ એમ.જે.જલુને સીટી એ ડિવિઝનમાં જયારે એસઓજીના પીઆઈ કે.એલ. ગાધેને સીટી બી ડિવિઝનમાં, સીટી એ ના પીઆઈ એમ.આર.ગોંડલિયાને સીટી સી ડિવિઝનમાં, સીટી સી ડિવિઝનના પીઆઈ યુ.એચ. વસાવાને કાલાવડ ટાઉન, કાલાવડ સર્કલ ઈન્સ્પેક્ટર કે.જે. ભોંયેની સીપીઆઇ ગ્રામ્ય, આર.બી. ગઢવીને એરપોર્ટ સિક્યોરિટીમાં મૂકી દેવાના આદેશથી જામનગર પોલીસ બેડા ફેરફારોનો મોટો દૌર શરૂ થયો છે, આ ઉપરાંત અમદાવાદથી આવેલ પીએસઆઈ બી.એમ. દેવમુરારીને એલસીબી, રીડર પીએસઆઈ હિરલ પટેલને કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં મુકવામાં આવ્યા છે.