જામનગર મોર્નિંગ - ખંભાળિયા તા.19 : દેવભૂમિ દ્વારકા જીલ્લાના વડા મથક ખંભાળિયાના બેઠક રોડ પાસે રહેતા એક પરિવારની સાડા પંદર વર્ષની સગીર વયની દીકરીને ખંભાળિયામાં જ બરછાપળા વિસ્તારમાં રહેતા અઢાર વર્ષીય વિરૂગીરી સંજયગિરી ગોસ્વામીએ સગીર યુવતીને ફોસલાવી લલચાવી લગ્નની લાલચ આપી સગીરપણા ભોળપણનો ગેરલાભ ઉઠાવી તેણીનું દુષ્કર્મ કરવાનાં ઇરાદે અપહરણ કર્યું હોવા અંગેની ભોગ બનનાર દીકરીના પિતાની ફરિયાદ આધારે ખંભાળિયા પોલીસએ ઇપીકો કલમ 363,366,376 તેમજ પોસ્કો એક્ટ 2012ની કલમ હેઠળ આરોપી વિરૂગીરી વિરૂધ્ધ પોલીસએ ફરિયાદ નોંધીને આરોપીને અટક કરીને આગળની તજવીજ હાથ ધરી છે. જયારે આ બનાવથી ખંભાળિયા ભરમાં આરોપી વિરૂધ્ધ જન આક્રોશ અને ફીટકાર વરસી રહ્યો છે.