જામનગર મોર્નિંગ - જામનગર તા.16 : જામનગરના ઠેબા નજીક આવેલ સુવરડા ગામ પાસે GJ 10 Z 6546 નંબરના ટ્રકમાં પશુઓ માટેનું સુકુ ઘાસ ભરેલ હતું ત્યારે કોઈ કારણોસર આલ લાગી હતી. ભીષણ આગના બનાવને પગલે જામનગરની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો હાલ સુધી મળતી માહિતીમાં ટ્રક અને ઘાસને બાદ કરતા કોઈ જાનહાની થઇ નથી.