બે પિતરાઇ ભાઇ, એક દંપતી અને તેઓની દોઢ વર્ષીય પુત્રી મળી પાંચના કમાટીભર્યા મોત

જામનગર મોર્નિંગ - વડોદરા 


હાલોલ તાલુકામાં પ્રજાસત્તાક દિન ગોઝારો સાબિત થયો હતો જેમાં પાવાગઢ નજીક આવેલા છાજ દિવાળી ગામના પાટીયા પાસે બે મોટર સાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બે પિતરાઇ ભાઇઓ એક દંપતી અને તેઓની દોઢ વર્ષીય પુત્રી મળી પાંચ લોકોના કમાટી ભર્યા મોત નિપજ્યા હતા. હાલોલ તાલુકાના તલાવડી ખાતે ડામોર ફળિયામાં રહેતા વસંતભાઈ જીવણભાઈ બારીયા ઉંમર વર્ષ ૩૪ તેમજ તલાવડી ખાતે નિશાળ ફળિયામાં પાછળ રહેતા અને તેઓની માસીના દીકરા નરવતભાઈ ઉર્ફે ભીખાભાઈ પર્વતભાઈ બારીયા   મંગળવારના રોજ પોતાની માસીના   દિકરા ના લગ્ન પ્રસંગ હોઈ હાલોલ તાલુકાના જાલીયાકુવા ગામે પોતાની મોટરસાયકલ પર   જાનમાં ગયા હતા જ્યાં ખુશી ખુશી લગ્ન પ્રસંગ પતાવી  સાંજના સુમારે વસંતભાઈ પોતાની બાઈક પર પોતાના માસીના દીકરા નરવતભાઈ ઉર્ફે ભીખાભાઇ સાથે તલાવડી તરફ આવવા નીકળ્યા હતા તે દરમિયાન પાવાગઢની તળેટી ખાતે આવેલ છાજદિવાળી ગામના પાટિયા પાસે શિવરાજપુર તરફથી પૂર ઝડપે આવતી એક મોટરસાયકલનાં  સાથે તેઓની બાઇકનો ગમ્ખવાર અકસ્માત સર્જાયો હતો જેમાં બંને બાઇકો સામ સામે જોરદાર ધડાકા સાથે અથડાતા  વસંતભાઈ અને નરવત ભાઈ ઉર્ફે ભીખાભાઈ રોડ પર બાઇક સહિત પછડાયા હતા જ્યારે સામેની બાઇકના ચાલક અરવિંદભાઈ માયાભાઈ રાઠવા ઉંમર વર્ષ 22 તેમજ તેઓની પાછળ  બાઈક પર બેસેલ  તેઓના પત્ની સુમિત્રાબેન અરવિંદભાઈ રાઠવા ઉંમર વર્ષ ૨૦ તેમજ તેઓની દોઢ વર્ષીય પુત્રી હેમાક્ષી  રહેવાસી. ડીમચી ફળિયુ. ચુલી. તાલુકો પાવીજેતપુર જીલ્લો છોટાઉદેપુર નાઓ  પણ રોડ પર પછડાતા બન્ને બાઇકોના ચાલક વસંતભાઈ અને અરવિંદભાઈ નું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજયું હતું.


જ્યારે અકસ્માતમાં  તલાવડીના નરવત ભાઈ ઉર્ફે ભીખાભાઈ અને  સુમિત્રાબેન અને દોઢ વર્ષીય તેઓની પુત્રી  હેમાક્ષીને વડોદરાની સયાજી હોસ્પિટલમાં રવાના કરાયા હતા પણ તે દરમિયાન રસ્તામાં જ  નરવતભાઈ ઉર્ફે ભીખાભાઈનું મોત નીપજ્યું હતું જ્યારે બુધવારે વહેલી સવારે માતા-પુત્રીનું પણ કરૂણ મોત નિપજયું હતા.