જામનગર મોર્નિંગ - જામનગર તા.15 : ગુજરાત સહીત દેશ - ભરમાં હોસ્પિટલોમાં આગ લાગવાના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે. તાજેતરમાં રાજકોટમાં કોવીડ હોસ્પિટલમાં અપૂરતા ફાયર સેફટીના યંત્રોને કારણે આગ લાગતા અનેક નિર્દોષનો ભોગ લેવાયા હતો. જેના લીધો ગુજરાત સરકાર આકરા પાણીએ થઈને તાત્કાલિક ફાયર સેફટીના લગતા પૂરતાયંત્રો લગાવવા અને એન. ઓ. સી. મેળવી લેવા આદેશ કર્યો હતો.

ગુજરાત સરકારના આદેશ અને હાઇકોર્ટની કડક ટિપ્પણીના કારણે ગુજરાતભરની સાથે જામનગર મહાનગર પાલિકાએ પણ ફાયર સેફટીના સાધનો પૂરતા લગાવી અને ફાયર સેફટી અંગેનું એન.ઓ.સી.મેળવી લેવા કડક હાથે કામ લેવાનું શરૂ કર્યું છે. ત્યારે જામનગર એસ. ટી. ડેપો નજીક રાજાવીર કોમ્પ્લેક્સમાં પ્રથમ માળ પર આવેલ ડૉ. વાછાની હોસ્પિટલમાં જામનગર મહાનગર પાલિકાની ફાયર સેફટીની ટીમની તપાસણી દરમિયાન અપૂરતા ફાયરના સાધનો અને ફાયર સેફટી એન. ઓ. સી. ના અભાવે પાલિકાએ હોસ્પિટલને સીલ કરી છે.