• ગુરુદ્વારા ચોકડી પાસે વૃધ્ધને કારએ હડફેટે લીધા  

જામનગર મોર્નિંગ - જામનગર તા. ૨૭ :જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા સરમત ગામના પાટીયા પાસે ગઈકાલે સવારે દસેક વાગ્યે જીજે-૫-જેકે-૨૨૭૮ નંબરની ઈક્કો મોટર અને જીજે-૧-એચએ-૯૮૭૨ નંબરની મારૂતી ઝેન મોટર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બન્ને વાહનમાં જઈ રહેલાં એક મહિલા તથા બે પુરૃષ ઘવાયા હતાં. અકસ્માતની કોઈએ ૧૦૮ ને જાણ કરતા એમ્બ્યુલન્સ દોડી ગઈ હતી. ત્રણેય ઈજાગ્રસ્તોને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ધસી ગયો હતો. 

જયારે જામનગરના પટેલ કોલોની  વિસ્તારની શેરી નં. ૧૨માં સનસાઈન એપાર્ટમેન્ટમાં રહેતાં તખતસિંહ ઝાલા નામના વૃદ્ધ ગુરૂદ્વારા ચોકડી પાસેથી ગઈ તા. ૮-ડિસેમ્બરની બપોરે જીજે-૧૦-સીઆર-૨૩૫૨ નંબરના સ્કૂટરમાં જતાં હતા ત્યારે જીજે-૧૦-બીજી-૬૩૦૯ નંબરની લાલ રંગની મોટરે તેઓને ઠોકર મારી પછાડ્યા હતાં. ફ્રેકચર સહિતની ઈજા પામેલા વૃદ્ધને દવાખાને ખસેડાયા છે. તેમના પુત્ર દિવ્યરાજસિંહે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.