• તાલુકામાં સમાવિષ્ટ થતી ચારેય જીલ્લા પંચાયત સીટ વેરાડ, સણખલા, ઢેબર અને મોટા કાલાવડમાં બુથના કાર્યકરો સાથે જીલ્લાના પ્રભારી કિરીટસિંહ રાણા, મુળુભાઈ બેરા અને ખીમભાઇ જોગલની આગેવાની હેઠળ બેઠકોનો ધમધમાંટ શરૂ.
ભરત હુણ - ભાણવડ

જામનગર મોર્નિંગ - ભાણવડ, તા.9 : ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી ફેબ્રુઆરી માસમાં આવી રહેલ સ્થાનિક સ્વરાજયની ચૂંટણી સંદર્ભે સંપૂર્ણ તૈયારીઓ બુથ લેવલ સુધી આદરી દીધી છે. ત્યારે ભાણવડ તાલુકામાં સમાવિષ્ટ થતી જિલ્લાની ચાર સીટ, વેરાડ, સણખલા, ઢેબર અને મોટા કાલાવડ સીટમાં બુથના કાર્યકરો, શક્તિ કેન્દ્રના પ્રમુખો, સરપંચો, ગત ચૂંટણીના તાલુકા જીલ્લા પંચાયતના ઉમેદવારો સાથે જીલ્લા પંચાયત સીટ વાઈઝ વેરાડ જીલ્લા પંચાયત સીટમાં સઇ દેવરિયા કંકેશ્વર મંદિર, સણખલા સીટમાં રૂપામોરા સગર સમાજ વાડી, ઢેબર સીટમાં પાછતર બસ સ્ટેન્ડ પાસે અને મોટા કાલાવડ સીટ માં મોડપર ગામે બેઠકો યોજીને ગ્રાઉન્ડ લેવલના કાર્યકરો સાથે ચૂંટણી સંદર્ભે ચર્ચા વિમર્શ કરીને કાર્યકરોને ભાજપ સરકારની કામગીરી, યોજનાઓ અંગેની વાત મતદારો સુધી પહોંચાડવા અંગેનું માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં જીલ્લાના પ્રભારી કિરીટસિંહ રાણા, ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઈ બેરા, જીલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઇ જોગલ, ચૂંટણી ઇન્ચાર્જ પાલભાઈ કરમુર, જીલ્લા મહામંત્રી મયુરભાઈ ગઢવી તેમજ મેઘજીભાઈ પીપરોતર, હર્ષદભાઈ બેરા, વીડી મોરી, દેવસી કરમુર વિગેરે ભાજપના આગેવાનો તેમજ સીટ વાઈઝના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.