જામનગર મોર્નિંગ - જામનગર તા.15, (ભરત હુણ દ્વારા) હાલમાં ચાલી રહેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે ટિકિટ વહેંચણીમાં અન્યાય થયાનો ભાજપ કોંગ્રેસ સહીત દરેક પાર્ટીના કાર્યકરોમાં ઉહાંપોહ જોવા મળ્યો હતો. વિવાદ ડામવામાં ભાજપ સફળ નીવડે છે અને કોંગ્રેસ નબળી પુરવાર થાય છે પરિણામે કોંગ્રેસ દર ચૂંટણીએ તૂટે છે જે વધુને વધુ નબળી પડતી જાય છે.

જામનગર કોંગ્રેસમાં સિનિયર મજબૂત અને સક્ષમ કાર્યકર જેને કોંગ્રેસના પાયાનો કાર્યકર કહી શકાય તેવા હરદાસભાઇ ખવાના પુત્ર હેમંત ખવાને જીલ્લા પંચાયતની ગત ટર્મમાં મોટી ગોપ જીલ્લા પંચાયત સીટમાં ટિકિટ અપાઈ હતી જેમાં તે વિજેતા બનીને જીલ્લા પંચાયત સદસ્ય સહીત બાંધકામ સમિતિના ચેરમેન ઉપરાંત યુથ કોંગ્રેસના જામનગર જીલ્લાના પ્રમુખમાં હેમંત ખવાએ સારી એવી કામગીરી કરી હતી.

હાલ જીલ્લા પંચાયતની ચૂંટણીમાં હેમંત ખવા, પૂર્વ જીલ્લા પંચાયત ઉપપ્રમુખ વશરામભાઈ આહીરની ટિકિટો કપાતા અન્યાય સામે તેમણે કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દાઓ પરથી રાજીનામાં આપ્યા છે અને તેમના સમર્થનમાં યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ ભગીરથસિંહ ગોહિલ, સન્ની આચાર્ય સહીત અનેક કાર્યકરોએ રાજીનામાં આપતાં જામનગર જીલ્લા કોંગ્રેસમાં મોટા પાયે ભંગાણ થયું છે.