• જામનગર નજીક દરેડના લેન્ડ ગ્રેબિંગ પ્રકરણમાં સરકારી શાળાના સૂરદાસ શિક્ષકની ધરપકડ
  • સૂરદાશ શિક્ષક કેદીને જેલની કોરેન્ટાઇન બેરેક માં રાખી અન્ય એક કેદીને મદદ માટે મુકાયો 

જામનગર મોર્નિંગ - જામનગર તા ૧૬ જામનગર નજીક દરેડમાં આવેલી સરકારી જમીનમાં ગેરકાયદે પેશકદમી કરી દબાણ કરવા અંગેના પ્રકરણમાં પોલીસે સરકારી શાળાના એક શિક્ષક ની ધરપકડ ધરપકડ કરી છે જેને જેલ હવાલે કરવામાં આવ્યા છે. જ્યાં તેને અલગ મિનિટમાં રાખવામાં આવ્યા છે જ્યારે મદદ માટે એક કેદીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રકરણમાં કુલ ધરપકડનો આંક ૪૯ થયો છે.
 જામનગર નજીક નજીકના દરેડ માં આવેલી સરકારી સર્વે નંબર ૧૩૧ અને ૧૩૨ વાળી જમીનમાં ગેરકાયદે પેશકદમી કરી દબાણ કરવા અંગેનો લેન્ડ ગ્રેબિંગ એક્ટનો ગુન્હો સરકાર પક્ષ તરફથી ફરિયાદી બનીને દાખલ કરવામાં આવ્યો હતો. જે પ્રકરણમાં પોલીસ દ્વારા તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે, અને કુલ ૪૮ આરોપીઓની આ પ્રકરણમાં ધરપકડ થઈ ચૂકી છે, જેમાં ગઈકાલે વધુ એક આરોપીને ઉમેરો થયો છે.
 જામનગરની સરકારી શાળામાં ફરજ બજાવતા સૂરદાસ શિક્ષક અબ્દુલ ભાઈ આમદભાઈ કોરેજા ની પણ ધરપકડ કરાઈ છે. તેઓએ ઉપરોક્ત સરકારી જગ્યામાં પ્લોટ ખરીદ કરીને તેમાં મકાન બનાવ્યું હોવાથી તેની ધરપકડ થઈ છે.
 જેઓનો કોવિડ ટેસ્ટ કરાવ્યા પછી રિપોર્ટ નેગેટીવ આવતાં જામનગરની જિલ્લા જેલમાં મોકલી અપાયા છે. જ્યાં પોતે સુરદાસ હોવાના કારણે તેઓને ૧૪ દિવસ માટે ની કોરેન્ટાઈન બેરેકમાં રાખવામાં આવ્યા છે. ઉપરાંત તેની રોજિંદી પ્રક્રિયામાં મદદરૂપ થવા માટે અન્ય એક કેદીને પણ મદદ માટે રાખવામાં આવ્યો છે. સૂરદાસ શિક્ષક પોતે સંગીતમાં વિશારદ પણ હોવાથી જેલમાં બેરેકમાં અન્ય કેદીને સંગીત પીરસવાનું શરૂ કર્યું છે.
 આ પ્રકરણના કુલ ધરપકડનો આંક ૪૯ નો થયો છે. જ્યારે પોલીસ દ્વારા તપાસને વેગવંતી બનાવવામાં આવી રહી છે, અને તેનું ચાર્જશીટ પણ કરાઈ રહ્યું છે.