જામનગર મોર્નિંગ - જામનગર તા ૧૮, જામનગર શહેરમાં જુદા-જુદા ત્રણ સ્થળે તેમજ જામજોધપુરના જામવાડી માં જુગાર અંગે ચાર સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે, અને ૧૪ આરોપીઓની ધરપકડ કરી લઈ રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.

 જામનગરમાં પ્રથમ દરોડો સટ્ટા બજાર વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો, જ્યાંથી ભારતીય ચલણી નોટોના નંબર ઉપર એકી બેકી નો જુગાર રમી રહેલા રાજેશ પ્રેમજી ભાઈ સોમૈયા, રફીક સતારભાઈ મેમણ અને મનોજ હેમંતભાઈ રાવલની પોલીસે અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા ૨,૫૨૦ ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

જુગાર અંગેનો બીજો દરોડો ખોજા નાકા બહાર તવા રેસ્ટોરન્ટ પાસે પાડવામાં આવ્યો હતો. જ્યાંથી જાહેરમાં વરલી-મટકાના આંકડા લખી રહેલા મોએજઅલી પ્યારઅલી ખોજા નામના વયોવૃદ્ધ ને પોલીસે પકડી પાડયો છે, અને તેની પાસેથી રોકડ રકમ તેમજ વરલી મટકા નું સાહિત્ય કબજે કર્યું છે.

 જુગાર અંગે નો ત્રીજો દરોડો પવનચક્કી વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. જ્યાંથી જાહેરમાં ચલણી નોટોના નંબર ઉપર જુગાર રમી રહેલા જીતેન્દ્ર નરેન્દ્રભાઈ નાખવા, અને હરીશ દેવજીભાઈ મુંજાલની પોલીસે અટકાયત કરી લઇ તેઓ પાસેથી પણ રોકડ રકમ કબજે કરી છે.

 જુગારનો ત્રીજો દરોડો જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં પાડવામાં આવ્યો હતો. જયાંથી જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલા સુરેશ બાબુભાઈ કાલરીયા, રાજેન્દ્ર પરસોત્તમભાઈ કાલરીયા, મહેશભાઈ સુભાષભાઈ કાલરીયા, જયંતીલાલ વિરજીભાઇ ડેડાણીયા, હિતેશ લીલાભાઈ સગારકા, જમનાદાસ નારણભાઈ સગારકા, અને પ્રફુલભાઈ કારાભાઈ સીતાપરા ની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા ૧૦,૭૦૦ ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે