જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.08 : દેવભૂમિ દ્વારકા જીલ્લાના મુખ્ય મથક જામખંભાળીયા નજીક આવેલ લાલુકા ગામમાં રહેતા યુવાનની જાદુગરની કળાને આંતરરાષ્ટ્રીય લેવલે એવોર્ડ મળ્યો છે. દુનિયાના સાત દેશોમાંથી ભાગ લેનાર 100 જેટલા જાદુગરો માંથી સાતમો નંબર મેળવ્યો છે.
દેવભૂમિ દ્વારકા જીલ્લાના મુખ્ય મથક જામખંભાળીયા નજીક આવેલ લાલુકા ગામમાં રહેતા વિપુલ જીવાભાઈ પિંડારીયાને તેમની જાદુગરની અદભુત કળા આંતરરાષ્ટ્રીય સ્તરે ખીલી ઉઠી છે. દુનિયાના 7 જેટલા દેશોમાં ભાગ લેનાર 100 જેટલા જાદુગર માંથી 7 મુ સ્થાન મળ્યું હતું ત્યારે જામખંભાળીયા નજીક આવેલ લાલુકા ગામના ખેડૂત પુત્ર એ દેવભૂમિ દ્વારકા જિલ્લા નું જ નહીં ગુજરાત અને દેશ સહિત દુનિયા ભરમાં નામ મેળવ્યું છે જાદુઈ સ્પર્ધામાં વિવિધ 7 દેશોના 100 જેટલા જાદુગર માંથી 7 મો નંબર મળતા ની સાથે જ તેમની અદભુત કળા ખીલી હતી જેથી તેમને સર્ટીફીકેટ પણ મળ્યું હતું અને નાની વયે ખ્યાતિ મેળવી ગુજરાત સહિત દેવભૂમિ દ્વારકા જીલ્લા અને આહીર સમાજનું નામ રોશન કર્યું છે.